News Portal...

Breaking News :

આગામી ૨ વર્ષ સુધી એરપોર્ટ સર્કલ અને દુમાડ ચોકડી બસ પકડવા જવુ પડશે

2024-11-25 10:31:53
આગામી ૨ વર્ષ સુધી એરપોર્ટ સર્કલ અને દુમાડ ચોકડી બસ પકડવા જવુ પડશે


વડોદરા : સમા તળાવ (એબેક્સ) જંક્શન પર નવા ફ્લાયઓવર બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.  પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ આ રૂટ પરથી એસટી બસો સહિત ભારદારી જઈ શકશે નહીં. 


જેથી અમિતનગર સર્કલ તથા સમા તળાવ ખાતેથી રોજ અપડાઉન કરતા મુસાફરો સહિત અન્ય લોકો મળી 5થી 6 હજાર જેટલા મુસાફરો ને 2 વર્ષ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમિતનગર સર્કલના પેસેન્જરે 700 મીટર દૂર એરપોર્ટ સર્કલ જવું પડશે, જ્યારે સમા તળાવથી બસમાં બેસતા લોકોએ 3 કિલોમીટર દૂર દુમાડ ચોકડી અથવા તો એરપોર્ટ સર્કલ સુધી જવું પડશે.આ રૂટ પરથી મોટાભાગે અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાત સહિતની 700થી 800 બસ પસાર થાય છે. જોકે વડોદરા પરત આવતાં બસો અમિતનગર સર્કલ પણ આવીશકશે નહીં. બસ અમિતનગર બ્રિજની ઉપરથી પસાર થશે, જેથી મુસાફરને બ્રિજ પહેલાં ઊતરવું હોય તો તેઓ ત્યાં ઊતરી શકશે. 


સિનિયર ડીટીઓ એમ.કે. ડામોરે કહ્યું હતું કે, ગુજરાતના 125 ડેપોથી બસો અમિતનગર સર્કલ ખાતેથી આવે છે.ટૂંક સમયમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને ટ્રાફિક સર્જાય નહીં તેમ નવા પોઇન્ટ રાખવા કે નહીં તેની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારી એસટી બસો સહિત આ રૂટ પર ગેરકાયદે 50 જેટલાં ખાનગી વાહનો પણ દોડે છે. બંનેનાં મળી 6 હજાર જેટલા મુસાફરોને આ જાહેરનામાથી 2 વર્ષ સુધી આપદા ભોગવવી પડશે.પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ બસો ચલાવાશે. અમિતનગરથી બસમાં બેસતા પેસેન્જર એરપોર્ટ સર્કલ જઈ શકે છે. સમા નજીકના લોકો દુમાડ તરફ જઈ શકે છે. રોજ 4થી 5 હજાર લોકો અહીંથી બસમાં બેસે છે.તેમ વિકલ્પ શર્મા, વિભાગીય નિયામક, એસટી વડોદરાએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post