વડોદરા બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ ડોક્ટર હેમાંગ જોશી સૌપ્રથમ જાહેરાત એ કરી કે રાજકોટના મૃતકોને તેઓને જેટલા વોટ મળ્યા છે તેટલી સહાય આપીશ તેઓને સહાય આપી તેની સામે કદાચ કંઈ વાંધો ન હોઈ શકે.
પરંતુ શું વડોદરા ના હરણની બોટ કાંડ ના મૃતકો માટે તેમના હૃદયમાં કોઈ સ્થાન નથી એવી પણ ચર્ચા એ જોડ પકડ્યું છે. સાંસદ વડોદરા ના અને પ્રેમ રાજકોટ ઉપર... હાલમાં નવા ચૂંટાયેલા સાંસદ માટે વડોદરામાં આ પ્રકારની રાજકીય ચર્ચા એ જોર પકડ્યું છે. આ ચર્ચાએ જોર પકડવા પાછળનું કારણ એ છે કે હેમાંગ જોશી એ ચૂંટાયા બાદ સૌપ્રથમ જાહેરાત રાજકોટના મૃતકોને સહાયની કરી હતી. તેઓએ જાહેરાત કરી હતી કે તેઓને જેટલી લીડ મળી છે તેટલી સહાય રાજકોટના મૃતકોને આપશે અને તે માટેનો ચેક પણ કલેકટર કચેરીમાં જમા કરાવી દીધો. અત્યારે વડોદરામાં એ ચર્ચા ચાલી રહી છે કે થોડા મહિનાઓ અગાઉ વડોદરામાં પણ હરણી બોટ કાંડ બન્યો હતો અને તેમાં પણ નાના નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો હતો.
તેઓના પરિવારજનો હાલ ન્યાય માટેની માગ કરી રહ્યા છે સરકાર પાસે તેમજ તંત્ર પાસે આશા રાખીને બેઠા છે કે તેઓને ન્યાય મળશે. પરંતુ નવા સાંસદે હરણી બોટ કાંડના મૃતકો અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી, મૃતકોના પરિવારજનોને સાંત્વના સુદ્ધાં આપી નથી. તેઓને ન્યાય મળશે અને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરશે તેવી વાત પણ કરી નથી. ત્યારે શું વડોદરાના સાંસદ વડોદરામાંથી ચૂંટાયા છે કે પછી રાજકોટ થી ચૂંટાયા છે તેવી ચર્ચા જોર પકડ્યું છે. હાલ તો ભાજપમાં જ આવી ચર્ચાઓ ચાલી રહી છે
Reporter: News Plus