વડોદરા શહેરનાં છાણી વિસ્તારમાં આવેલા નાની અમીન ખડકી ખાતે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સેવાના અનોખા સંદેશ સાથે કરવામાં આવે છે. .

ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ અને વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ નિશિત અમીનની આગેવાની હેઠળ ગતરોજ નિશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો, જ્યારે આજરોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આરોગ્ય નિદાન કેમ્પમાં અનુભવી તબીબો અને તબીબી સ્ટાફે નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી, જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપ્યું. હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, આંખોની તપાસ જેવા અનેક વિભાગોનો સમાવેશ થવાથી વૃદ્ધો અને મહિલાઓ માટે આ કેમ્પ વિશેષ ફાયદાકારક બન્યો હતો.

બીજી તરફ, મહા રક્તદાન કેમ્પ દ્વારા અકસ્માત કે ઈમરજન્સીમાં થતી લોહીની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન છાણી ગામના યુવાનો તથા ક્રિષ્ના ગ્રુપના કાર્યકર્તાઓ આપી મોટી સંખ્યામાં રક્તદાન માટે આગળ આવ્યા અને માનવતાની સુગંધ ફેલાવી હતી.મહારક્તદાન કેમ્પ સાથે નિશિત અમીને જણાવ્યું કે, ભાજપ હંમેશાં જનસેવામાં પ્રતિબદ્ધ છે અને આવા કેમ્પો દ્વારા સમાજને આરોગ્યમય તથા સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન છે. જયારે સ્થાનિક લોકોએ આ અભિગમની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.ગણેશોત્સવ નિમિત્તે નાની અમીન ખડકી ખાતે યોજાયેલા આરોગ્ય નિદાન કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ લોકસેવાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે નોંધાઈ રહ્યા છે




Reporter: admin







