વડોદરા : ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.

એસીપી અશોક રાઠવા, નવાપુરા પોલીસ મથકના પી.આઇ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.પોલીસની સાથે પેરામિલેટરી ફોર્સ ના જવાનો દ્વારા ફૂટમાર્ચ થઈ હતી.તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા અપીલ કરાઈ છે.લહેરીપુરા દરવાજા થી નીકળી ન્યાય મંદિર, મદનઝાંપા રોડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.




Reporter: admin







