વડોદરા :પવિત્ર ચૈત્ર માસમાં ભર ઉનાળે દસ દિવસમાં બે વાર ધુમ્મસ જોવા મળી રહ્યું છે, હાલ ઉનાળાના સમયે તો ધુમ્મસ લોકો આશ્રયમાં પડી ગયા હતા કે ઉનાળામાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે.

ડભોઇ તાલુકાના અને શહેરમાં આજરોજ વહેલી સવારે મોટા પ્રમાણમાં વાદરોમાં ધુમ્મસ છવાયો નજરે પડ્યો હતો. ડભોઇ તાલુકા અને શહેરમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો વાતાવરણમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશન જેવો માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો અને વાતાવરણમા ધુમ્મસ વધતા વાહન ચાલકો ને ગાડી ચલાવવામાં તકલીફો પડી હતી ઉનાળામાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો ડભોઇમાં માહોલ હવામાન વિભાગે માવઠાની કરી છે

આગાહી ઘાડ઼ ધુમ્મસના કારણે નજીકમાં ઉભેલ વ્યક્તિ ના દેખાવાની સ્થિતિ સર્જાતી હતી.વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો લાઈટ સળગાવી ધીમી ગતિ પર ગાડી ચલાવવા મજબૂર બન્યા હતા અને વહેલી સવાર થી ઘાડ઼ ધુમ્મસ સર્જાતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા એક તરફ સૂરજ અને એક તરફ ઘાડ઼ ધુમ્મસ દેખાતા ધુમ્મસના કારણે નેશનલ હાઇવે ઉપર મોટા વિહિકલોના ચક્કાજામથી વાહનો થંભી ગયા જોવામાં આવ્યા હતા.



Reporter: admin