News Portal...

Breaking News :

15 વર્ષ પછી મોટા મહાનાટક જાણતા રાજાના શો નું આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું

2025-04-04 14:06:29
15 વર્ષ પછી મોટા મહાનાટક જાણતા રાજાના શો નું આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું


વડોદરામાં 15 વર્ષ પછી જાણતા રાજાના શો નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવનનું પ્રદર્શન કરવા આવ્યું.



જાણતા રાજામાં પ્રોગ્રામમાં સાચા હાથી-ઘોડા તેમજ છત્રપતિ એ કરેલ યુદ્ધ, તેમજ છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક જેવા મુમેન્ટ દેખાડવામાં આવ્યા હતા.ભારતનું સૌથી મોટા મહાનાટક જાણતા રાજાનો પહેલો શો નવલખી મેદાનમાં ગુરુવારે યોજાયો હતો. સ્ટેજ પર ઘોડા, હાથી અને ઊંટની ભવ્ય સવારી, યુદ્ધની ધડબડાટીએ મહાનાટકને વધુ જીવંત બનાવી દીધું હતું. આધુનિક ટેક્નોલોજીને લીધે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા અને ઔરંગઝેબના દરબારમાં બદલાયુ હતું જેને દૃશ્યોએ આકર્ષણ જમાવ્યું હતું.


છત્રપતિ શિવાજી મહારાજ, કોંડાજી, તેમના મંત્રીમંડળ સાથેના સંવાદોમાં દેશપ્રેમ, ધર્મ-એકતા, પ્રજા વાત્સલ્યનો લોકોને પરિચય થયો. શિવાજી મહારાજના રાજ્યાભિષેકના સમયના ભવ્યતાતિભવ્ય દૃશ્ય મહાનાટકના રસથાળનું જાણે ચરમબિંદુ રહ્યું હતું. પહેલો શો સાંસદ ડો.હેમાંગ જોશીએ રાખ્યો હતો. શુક્રવારથી લોકો આ મહાનાટકનો આસ્વાદ માણી શકશે.

Reporter:

Related Post