વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ માતાજીના મંદિરે દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તે જ સમયે સીટી પોલીસ મથક દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા અને પ્રમુખની અટકાયત કરવામાં આવી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના પાંચ માતાના દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરી પાલિકાના અધિકારીઓ સદબુદ્ધિ આપે જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય લોકોને હેરાન કરતી તેમજ વિકાસ કામો ને લઈને લોકોને હેરાનગતિ થઈ રહી છે

જેને લઇને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરની પાંચ માતાજીના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહા લક્ષ્મી માતાનું મંદિરના દર્શન કરી બહાર નીકળતા સીટી પોલીસ મથક નો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો તેમજ દર્શન યાત્રા આગળ જતા કોંગી કાર્યકર્તાઓ પ્રમુખ અને વિપક્ષના નેતા અને મહિલાઓની અટક કરવામાં આવી હતી






Reporter: