વડોદરા શહેર સુરસાગર કિનારે આવેલ હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે તારીખ 5 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં હનુમાન દાદાનો સવારે પાંચ કલાકે જન્મોત્સવ કરવામાં આવશે સાથે જ શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ભજન મંડળો દ્વારા અખંડ રામધૂન શરૂ કરવામાં આવશે સાથે 12 તારીખના રોજ ભગવાન સત્યનારાયણ દેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સુંદરકાંડ પાઠના પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત દ્વારા સર્વ નાગરિકોને અખંડ રામધૂન અને હનુમાન દાદાના જન્મોત્સવમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી



Reporter: admin







