ડપકા કઢી બનાવવા માટેની સામગ્રીમાં 150 ગ્રામ દહીં, પાણી અને મીઠુ જરુર પ્રમાણે, 3 ચમચી ચણાનો લોટ, 1 કપ ચણા અને બાજરીનો લોટ, 1 કપ ઘઉંનો જાડો લોટ, 1 ચમચી સમારેલું લીલું લસણ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી હળદર, 1 ચમચી ખાંડ, ચપટી ખાવાનો સોડા, 1 ચમચી અજમો, જરૂર પ્રમાણે તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2 ચમચી કોથમીર જરૂરી છે.
એક વાસણમાં ડપકા માટેના લોટ મિક્સ કરી તેમાં સમારેલું લસણ અને બધા મસાલા મિક્સ કરવા. અને સોડા ઉમેરી મુઠીયા જેવો લોટ તૈયાર કરવો. હવે તેને ગોળ આકાર માં વાળી લેવા. એક વાસણમાં તેલનો વઘાર મૂકી જીરું, રાઈ, પેસ્ટ ઉમેરી 1 કપ પાણી ઉમેરી લેવું.પાણી ઉકળે એટલે બધા મસાલા તૈયાર કરી ડપકા મુકવા. અને બધું મિક્સ કરી લેવું. ડપકા જેમ જેમ ચડશે તેમ પોચા થતા જશે. ડપકા ચઢે એટલે દહીં અને ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડર ફેરવી મિક્ષરમાં ઉમેરી લેવું. થોડુ ઉકળે એટલે કોથમીર ભભરાવી દેવી. ગરમ ગરમ ડપકા કઢી ખાવામાં ટેસ્ટી લાગે છે.
Reporter: admin