News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પેટની સમસ્યા દૂર કરવાના ઉપાય

2025-04-04 13:03:57
આયુર્વેદિક ઉપચાર : પેટની સમસ્યા દૂર કરવાના ઉપાય


ફુદીનાનું પાણી
ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને પાચન શક્તિમાં વધારો થાય છે. સાથે સાથે ગેસની તકલીફ હોય તો પણ ફાયદો થાય છે. જો સવારથી જ પેટમાં ગેસ અને એસિડિટી હોય તો ફુદીનાના થોડા પાણીને પાણીમાં ઉકાળી આ પાણીનું સેવન કરવું જોઈએ. ફુદીનાનું પાણી પીવાથી અપચો, ઉલટી અને ગેસ જેવી સમસ્યા મટી જાય છે.




હળદર વાળું પાણી
હળદરમાં કર્કયુમીન નામનો તત્વ હોય છે, હળદરમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ આંતરડામાં આવેલા સોજા ને ઓછો કરે છે. સાથે જ ફૂડપોઈઝનિંગ અને પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ આરામ આપે છે. પેટની સમસ્યા હોય તો હળદર વાળું પાણી પીવું ફાયદાકારક છે.

અજમાનું પાણી
પેટમાં ગેસ અને એસિડિટી રહેતી હોય તો અજમો પણ રાહત આપે છે. જો તમને રોજ પેટની તકલીફ રહેતી હોય તો થોડા દિવસ સુધી રોજ રાત્રે પાણીમાં અજમો પલાળી સવારે આ પાણીને ગાળી ને પી જવું જોઈએ. જો ક્યારેક પેટની તકલીફ થઈ હોય તો અજમાને સાફ કરીને તેનો ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી પેટનુ સ્વાસ્થ્ય સુધરે છે અને આંતરડા હેલ્ધી બને છે.

લસણ
લસણ ડાયજેસ્ટીવ પાવર વધારે છે. લસણ ગુડ બેક્ટેરિયાને વધારે છે. લસણમાં રહેલા પ્રિબાયોટીક તત્વ ડાયજેશન સંબંધિત સમસ્યાને દૂર કરે છે.
આદું
આદુ ખાવાથી પણ પાચન શક્તિ સુધરે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યા થી છુટકારો મળે છે. આદુ ખાવાથી પેટમાં હેલ્થી બેક્ટેરિયા વધે છે.

Reporter: admin

Related Post