રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રાજીવ ગાંધીના દૂરંદેશી વિચાર અને સાહસિક નિર્ણયોએ ભારતને 21મી સદીના પડકારો અને તકો માટે તૈયાર કર્યું. તેમના મહત્વપૂર્ણ કાર્યોમાં 18 વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપવો, પંચાયતી રાજને મજબૂત બનાવવું, ટેલિકોમ અને આઇટી ક્રાંતિની શરૂઆત કરવી, કોમ્પ્યુટરાઇઝેશનને પ્રોત્સાહન આપવું, શાંતિ સમજુતી કરવી, રસીકરણ કાર્યક્રમો શરૂ કરવા અને નવી સમાવિષ્ટ શિક્ષણ નીતિ લાવવાનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી.

તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે શ્રીલંકામાં શાંતિ દળો મોકલ્યા હતા, જેના કારણે તમિલ બળવાખોર સંગઠન LTTE (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ) તેમનાથી નારાજ હતું. 1991માં, જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા ચેન્નાઈ નજીક શ્રીપેરમ્બદુર ગયા હતા, ત્યારે LTTEએ ત્યાં રાજીવ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો. રાજીવ અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીના છબી પર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત થયા હતા

Reporter: admin