વડોદરા શહેરમાં બનતા અકસ્માતના બનાવો અને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને વાહન ચાલકોને સમજાવવામાં આવે છે કે હેલ્મેટ પહેરો કાર ચાલકો સીટબેલ્ટ લગાવો અને ટ્રાફિક નિયમોનો પાલન કરવું જોઈએ અને ઓવર સ્પીડ ગાડી ન ચલાવી જોઈએ.

ત્યારે પનાશ એકેડમી દ્વારા અકોટા ચાર રસ્તા પાસે એકેડમીના 35 થી 40 વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી કે હેલ્મેટ પહેરવું જોઈએ જેથી અકસ્માત થાય તો હેલ્મેટ માથાનું રક્ષણ થાય સાથે કાર ચાલકોને અવશ્ય સીટ બેલ્ટ લગાવો જોઈએ અને દારૂ કે અન્ય કોઈ ચીજ વસ્તુનો નશો કરી વાહન ન ચલાવવું જોઈએ જેથી અકસ્માતના બનાવો ન બને પનાશ એકેડમી દ્વારા વાહન ચાલકો અને કારચાલકોને ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા




Reporter: admin







