દ્વારકા: જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા 3ના મોત થયા છે. તેમજ NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે દટાઇ જતા મોત નિપજ્યા હતા.
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં જર્જરીત મકાન ધરાશયી થવાની ઘટનામાં 3ના મોત નિપજયા છે.જામ ખંભાળીયાના રાજડા રોડ પર ગગવાણી ફળીયામાં રહેતા અશોક જેઠાભાઇ કણજારીયાનું ત્રણ માળનું જર્જરીત મકાન વરસાદને કારણે ધરાશયી થતા એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દબાયા હતા.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક રેસક્યું કરીને બાળકો સહિત 7 લોકોને કાટમાળ નીચેથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સાતેય લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે અશોકભાઇના 65 વર્ષિય મમ્મી કેશરબેન જેઠાભાઇ કણજારીયા, અને તેમની બંને બાળકીઓ 18, વર્ષિય પાયલબેન અને 13 વર્ષિય પ્રિતિબેન અશ્વીનભાઇ કણજારીયા કાટમાળ નીચે દબાઇ જતા NDRFની મદદ લેવામાં આવી હતી.
Reporter: admin