વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમ જ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે આવેલ કાર્યાલય સ્થિત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા આ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો.

76માં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડી પુલ ખાતે આવેલ કાર્યાલય ના ધ્વજ વંદન કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી,વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સર્વે, પુષ્પાબેન વાઘેલા, સહિત વડોદરા શહેર કોંગ્રેસના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.





Reporter: admin