News Portal...

Breaking News :

કેવડાબાગ ખાતે અંધજનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

2025-01-26 14:24:34
કેવડાબાગ ખાતે અંધજનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી


વડોદરા : નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા શહેરના કેવડાબાગ ખાતે અંધજનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 


દર વર્ષની જેમ આ વરસે પણ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા સલીમભાઇની આગેવાનીમાં શહેરના કેવડાબાગ ખાતે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ અંધજનો માટે લંચ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


આ પ્રસંગે બાલાજી હોસ્પિટલના ડો.આયંગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નિઃસહાય માનવ કલ્યાણ સંઘમાં સક્રિય સભ્ય ભાવેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં

Reporter: admin

Related Post