આજના પ્રજાસત્તાક દિવસના અવસરે 26મી જાન્યુઆરી, 2025ના રોજ IMA હાઉસ, વડોદરામાં આયોજન કરવામાં આવ્યું. Dr Mitesh Shah દ્વારા જણાવ્યુ કે કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ વિશેષ રીતે સક્ષમ (દિવ્યાંગ) બાળકોને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં હતું.

“પ્રયાસ” ના માધ્યમથી વિશેષ રીતે સક્ષમ બાળકો માટે વિવિધ જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ થાય છે:
* પીડિયાટ્રિક સારવાર
* જનરલ ફિઝિશિયનની કન્સલ્ટેશન
* ઓક્યુપેશનલ થેરાપી
* ફિઝિયોથેરાપી
* સ્પીચ થેરાપી

સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય સહાયરૂપ થવા માટે 28 બાળકોને શાળાની ફી ભરવામાં મદદ કરવામાં આવી, જેથી તેઓ ભણતર ચાલુ રાખી શકેઅને તેઓને શિક્ષણ પૂરું પાડવામાં પ્રોત્સાહન મળે. Savita Superspeciality Hospital, Lotus Hospital તેમજ આ મુહિમ માં પ્રેરણારૂપ સાથ સહયોગ માં રહેતા “સક્ષમ” સહિતના અનેક સાથી દરિયાદિલ સંગઠનોના સહકારથી આ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો. કહેવાય છે કે, આ કાર્યક્રમ ન માત્ર આરોગ્ય સેવા સુધી સીમિત રહ્યો, પણ બાળપણની શૈક્ષણિક પ્રગતિમાં પણ મજ્બૂત પગલું સાબિત થયો છે. IMA વડોદરા તમામ પરિવારજનોની પ્રતિક્રિયાઓથી પ્રેરિત થઈને આવનારા સમયમાં વધુ સાદગીપૂર્વક આ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવાનું વચન આપે છે.




Reporter: admin