News Portal...

Breaking News :

લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં ૫ મોત

2025-02-23 20:25:59
લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં ૫ મોત


લીંબડી :  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર રવિવારે મોરવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 


જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી અનુસાર, રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલ્સ એક ડમ્પર પાછળ ટકરાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો છે. 


ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે.

Reporter: admin

Related Post