હવામાન વિભાગની આગાહી અનુસાર, ગતરોજની સરખામણીએ આજે (3 ફેબ્રુઆરી) કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે.

મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે.ખાસ કરીને વડોદરા શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુત્તમ તાપમાનના પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ ઉપરાંત પૂર્વ તરફ મધ્યપ્રદેશની નજીકના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે.

બીજી તરફ અમદાવાદ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તાપમાન વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, પવનની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફથી થઈ છે. કારણ કે, તે ભાગોમાં ઉત્તર દિશા તરફથી પવનોની ગતિ રહે છે.


Reporter: admin