વડોદરા : SSGH માં યુવકની ખબરઅંતર પુછવા પહોંચેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનને બાબર પઠાણે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યારા બાબર પઠાણ સહિત પાંચ આરોપીઓને પોલીસે પકડ્યા છે.શહેરના નાગરવાડા સ્થિત મહેતાવાડી ખાતે ગત બે અલગ કોમના યુવકો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એક યુવકને બાબર પઠાણ અને તેના સાગરીતોએ યુવકને ચપ્પુના ઘા ઝીંકતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
SSGH માં યુવકની ખબરઅંતર પુછવા પહોંચેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનને બાબર પઠાણે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે બે જુદા જુદા ગુના નોંધી બાબર, શબનમ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે.આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, રાત્રે 9-30 વાગ્યાના સુમારે ધર્મેશ પટેલ તેના મિત્રો દિવ્યાંગ ઉર્ફ બિટ્ટુ પરમાર, ધવલ મકવાણા અને મિતેષ રાજપુત સાથે મહેતાવાડીના નાકા ઉપર ઉભા હતા. તે સમયે વિક્રમ ઉર્ફ વિકી પરમાર લોહિથી લથપથ હાલતમાં આવ્યો હતો. તેણે તેના મિત્રોને બાબરે પેટમાં અને છાતીમાં ચાકૂના ઘા માર્યા હોવાનું જણાવ્યું હતું. લોહીથી લથપથ વિક્રમને તેનો ભાઇ હોસ્પિટલમાં લઇ જવા માટે તૈયારી કરતો હતો.ત્યાજ બાબર તેના અન્ય સાગરિતો સાથે વિક્રમ ઉપર વધુ હુમલો કરવા માટે આવી પહોંચ્યા હતા. જેમાં વચ્ચે પડેલા ધર્મેશ પટેલને પણ હાથમાં ઇજા પહોંચી હતી. બીજી બાજુ દિવ્યાંગ ઉર્ફ બિટ્ટુ વિક્રમને બાબર અને તેના સાગરીતોથી બચાવી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યો હતો.દરમિયાન આ બનાવની જાણ ઇજાગ્રસ્ત વિક્રમ ઉર્ફ વિકી પરમારના મિત્ર મિતેષ રાજપુતને થતાં તે ભાજપાના પૂર્વ કાઉન્સિલર તપન પરમાર સહિત અન્ય મિત્રો સાથે મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. રાત્રે લગભગ 12-15 વાગ્યાની આસપાસ તપન પરમાર તથા મિતેષ રાજપુત સયાજી હોસ્પિટલના કેન્ટીનમા ચ્હા પીવા માટે ગયા હતા. ચ્હા પીને બંને રાત્રે 1 કલાકે પરત તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવી રહ્યા હતા. તે દરમિયાન મારામારીની ઘટનામાં બાબરના સાગરિત વસીમને પણ સયાજી હોસ્પિટલમાં લવાયો હોવાથી બાબર પઠાણ, વસીમની પત્ની તેમજ અન્ય કેન્ટીન પાસે તપન પરમારને જોઇ જતાં બાબર પઠાણે તેની પાસેના ચાકૂથી તપન પરમાર ઉપર જીવલેણ હુમલો કર્યો ત્યારે તેનો સાગરીતો બુમો પાડી રહ્યો હતો “બાબરભાઇ આજ તો ઇસકો છોડના નહીં હે” કહીં તેના સાગરિતો સાથે ફરાર થઇ ગયો હતો.
આ ચકચારી હત્યા કેસ મામલે વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલ ખાતે બાબર પઠાણે ઉપરા છાપરી પાંચ જેટલા ચપ્પુના ઘા ઝીંકી તપનની હત્યા કરી નાખી હતી. આ મામલે બે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે બે જુદી જુદી ફરીયાદ નોંધવામાં આવી છે,અને અત્યાર સુધીમાં બાબર પઠાણ, શબનમ સહિત કુલ પાંચ આરોપીઓને પોલીસે પકડી પાડ્યાં છે.
ઘરપકડ કરાયેલા આરોપીઓ:-
1) બાબર પઠાણ
2) વસીમ મન્સુરી
3) શકીલહુસૈન શેખ
4) એજાજહુસૈન શેખ
5) શબનમ વસીમ મન્સુરી
Reporter: admin