ન્યુ ઓર્લિન્સ: અમેરિકામાં ગન કલ્ચર બેકાબુ બની રહ્યું છે,જેમાં સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે. આવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં શૂટિંગની ઘટનાઓ બની રહી છે.
એવામાં ન્યુ ઓર્લીન્સ શહેર બે અલગ-અલગ જગ્યાએ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.એક ઘટના સેન્ટ રોચ વિસ્તારની છે, જ્યાં 9 લોકો ઘાયલ થયા છે. બીજી ઘટના અલ્મોનાસ્ટર એવન્યુ બ્રિજ વિસ્તારમાં બની છે, અહીં ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટનાઓ “સેકન્ડ લાઇન” ઉજવણી દરમિયાન બની હતી.પહેલી ઘટનાના લગભગ 45 મિનિટ પછી જ એ જ એવન્યુથી ઉત્તર તરફ લગભગ એક કિલોમીટર દૂરથી ગોળીબારની બીજી ઘટના બની હતી.
એક વ્યક્તિને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ત્રીજા પીડિતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલમાં તેણી હાલત સ્થિર છે.“સેકન્ડ લાઇન” તહેવારોની ઉજવણી દરમિયાન ગોળીબારની ઘટનાઓ બની હતી, ન્યૂ ઓર્લિયન્સમાં પરંપરાગત પરેડ યોજવમાં આવે છે.અહેવાલ મુજબ પ્રથમ ગોળીબારની ઘટના સ્થાનિક સમય મુજબ બપોરના 3:30 વાગ્યાની આસપાસ બની હતી, આ ઘટનામાં આઠ લોકો ગોળીથી ઘાયલ થયા હતા. ન્યૂ ઓર્લિયન્સ પોલીસ જણાવ્યું કે, તમામને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Reporter: admin