કાર્તિક સુદ પૂનમ ના દિવસે આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અલકાપુરી જૈન સંઘ ,ગાય સર્કલથી ચાર દિવસ સાધુ- સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ નો વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ આજે સવારે વાલવોડ ખાતે ચંદ્રમણિ તીર્થમાં વાજતેગાજતે પ્રવેશ કર્યો હતો.
જેમા બગી, ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મુર્તિ એ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ આચાર્ય પૂર્ણ ચંદ્રસાગરસુરી મહારાજે ભગવાનની વિધિ વિધાન સાથે નાણ માંડી સમોસરણમાં ચૌમુખી ભગવાનની સમક્ષ તિર્થ માળની વિધિ કરવી હતી. અને તીર્થ માળની ઉંચી બોલીઓ બોલાવવામાં આવી હતી.બાળકોને સારા સંસ્કાર મળે તેવી જૈન ગેમનું લોન્ચિંગ CA હિંમતભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહે કર્યું હતું.
જૈન પરંપરા મુજબ તીર્થ માળ પ્રસંગે ગુરુદેવને કામળી અર્પણ કરવાનો લાભ ભાવિક શાહ પરિવારે લીધો હતો.દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જેમ કોઈ મુમુક્ષુની દિક્ષા થતી હોય તેવી જ રીતે સંઘ માળની કટાસણુ, મુહપત્તિ,ચરવડો લઈ ને પવિત્ર વિધિ કરાતી હોય છે. આચાર્ય ચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે બધાએ સંકલ્પ લઈ એક વાર તો છરી પાલિત સંઘ કાઢવો જોઈએ.આજના તીર્થ માળના કાર્યક્રમ માં વડોદરાથી બસો તથા ખાનગી વાહનો લઇને સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin