વડોદરા: સૌ પ્રથમ વખત એશીયન જુની. ટેનીસ શ્રેણીની ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન બરોડા ટેનીસ પ્લેયર્સ એસો. સંચાલિત બીટીપીએ (BTPA) ટેનીસ એકેડમી અને શક્તિ સ્પોટર્સ કલબ ધ્વારા કરવામાં આવ્યું છે.
જ્યારે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખિલાડીઓને આંશિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. એશીયન ટેનીસ ફેડરેશન ધ્વારા યોજાતી આ ટુર્નામેન્ટ અંડર-૧૬ ના ખેલાડીઓ (બોયઝ-ગર્લ્સ) માટે છે અને તેમાં ભાગ લેવા માટે સમગ્ર એશિયામાંથી ખેલાડીઓ અહિંયા ભાગ લેવા આવશે. આ ટુર્નામેન્ટમાં લગભગ ૧૨૮ ખેલાડીઓ ભાગ લેશે. આ એકજ ટુર્નામેન્ટ એવી છે કે જેમાં પ્લેયર્સને હાર્યા પછી પણ વધુ મેચ રમવા મળે છે જેને કોન્સોલેશન ડ્રો કહેવાય છે. જીતનાર ખેલાડીઓને પોઇન્ટસ મળે છે જે તેમના પરફોર્મન્સને આધારિત હોય છે, તે જ પોઇન્ટના હિસાબે તેઓનું એશીઅન રેન્કીંગ નહિ થાય છે.
આ ટુર્નામેન્ટ રમ્યા બાદ આ ખેલાડીઓ વધુ આગળ રમવા ITF (ઇન્ટરનેશનલ ટેનીસ ફેડરેશન) લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જાય છે.આ ટુર્નામેન્ટના ડાયરેક્ટર સુનીલ વ્યાસ છે અને ચીફ રેફરી તરીકે પ્રસાદ આપ્ટેની નિમણુંક (એશીઅન ટેનીસ ફેડરેશન ATF) દ્વારા કરવામાં આવી છે. તેઓ આ ટુર્નામેન્ટ સુઘડ અને વ્યવસ્થીત રીતે ચાલે અને રમતના નિયમોનું પાલન કરાય તે જોવાનું ખાસ ધ્યાન રાખશે.ખેલાડીઓ માટે ઓર્ગેનાઇઝર તરફથી તેમને કોઈ અગવડ ના પડે તેને માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યત્વે ખેલાડીઓને બન્નેય સેન્ટર વચ્ચે આવવા જવા માટે કાર આપવામાં આવશે તેમજ હેલ્થી અને સાત્વિક ફુડના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. ગુજરાત પેન્ચર્સની હોમ એકેડમી હોવાથી તેમજ ગુજરાત પેન્ચર્સના ટીમ ઓનર રામકુ પાટગીરના સપોર્ટથી દરેક ખેલાડીઓને ટી-શર્ટ પણ આપવામાં આવનાર છે. ફ્રી પાણી અને કેળા પણ ખેલાડીઓને અપાશે.ફ્લડની ખાસી અસર ટેનીસ કોર્ટ પર થઇ હતી પરંતુ ટીમ વર્ક, ખેલાડીઓ તેમજ તેમના મા-બાપ તરફથી ખુબ જ સહયોગ મળ્યો હતો જેના થકી જોતજોતામાં રમવા યોગ્ય બનાવી દેવામાં આવ્યા છે.
Reporter: admin