News Portal...

Breaking News :

NH 48 પર નડિયાદ પાસે 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ

2025-04-27 14:59:27
NH 48 પર નડિયાદ પાસે 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ


વડોદરા: શહેર નજીકથી પસાર થતો અને દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડતા નેશનલ હાઇવે 48 પર નડિયાદ (ગુજરાત) પાસે 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. 


આ 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજમાં બુલેટ ટ્રેન કોરિડોર માટે NH-48ને પાર કરવા માટે બે 100-મીટર લાંબા સ્ટીલ સ્પાનનો સમાવેશ થાય છે, જેમાંથી એક સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.આ સ્ટીલના પુલનો 100 મીટર લાંબો સ્પાન, જેની ઉંચાઈ લગભગ 14.6 મીટર અને પહોળાઈ 14.3 મીટર છે, આશરે 1414 મેટ્રિક ટન વજન ધરાવે છે. આ સ્ટીલના પુલ સાલાસર, હાપુર, ઉત્તરપ્રદેશમાં આવેલી વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે અને તેને 100 વર્ષની આયુષ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.250 ટન ભાર ઉઠાવવાની ક્ષમતા પુલ લગભગ 57,200 ટોર-શિયર પ્રકારના ઉચ્ચ ક્ષમતાવાળા (ટીટીએચએસ) બોલ્ટસ, સી5 પધ્ધતિની પેઇન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરીંગ્સથી બનેલો છે. 


આ પુલ 14.9 મીટર ઊંચાઈ પર જમીનથી કામચલાઉ રીતે ટ્રેસલ્સ પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેને એક ઓટોમેટિક મેકેનિઝમનો ઉપયોગ કરીને ચલાવ્યું હતું, જેમાં બે સેમી-ઓટોમેટિક જૅક્સ હતા, જેમાં દરેક 250 ટન ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હતા, સાથે મેક-એલોય બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલના પુલોની યોજના આ સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલના પુલોની યોજના બનાવવામાં આવી છે. જેમાંથી 11 સ્ટીલના પુલ મહારાષ્ટ્રમાં અને 17 સ્ટીલના પુલ ગુજરાતમાં છે. ગુજરાતમાં રેલવે/ડીએફસીસી ટ્રૅક, ધોરીમાર્ગ અને ભિલોસા ઉદ્યોગ પર 7 સ્ટીલના પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post