News Portal...

Breaking News :

અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે: શાબ્દિક યુદ્ધ બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો, હાર પહેરાવી ગાંધીગીરી કરવામાં આવી

2025-04-27 14:56:29
અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે: શાબ્દિક યુદ્ધ બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો, હાર પહેરાવી ગાંધીગીરી કરવામાં આવી


ગોંડલ: ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. 


સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. અલ્પેશ કથિરિયાએ આ વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.' રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. 


ત્યારે MLA પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઈને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી...” આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.' આજે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. ગોંડલ પહોંચ્યા ત્યારથી અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જીગીશા પટેલ દ્વારા વિરોધીઓનો વળતો વિરોધ કરવાની બદલે તેમને હાર પહેરાવી ગાંધીગીરી કરવામાં આવી છે. બીજી બાજું જીગીશા પટેલના સમર્થકો તે હાર પહેરાવતા હતાં ત્યારે 'જય સરદાર'ના નારા લગાવી રહ્યા હતાં.

Reporter: admin

Related Post