અમદાવાદ: શહેરના ચંડોળા વિસ્તારમાં બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા ત્રણ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ બની બાજુના કેમિકલ અને ઓઇલના ગોડાઉન સુધી પહોંચી હતી.
પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા તેને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યું હતું. આગ બુઝાવાની કામગીરી માટે અગ્નિ શામન દળની ટુકડી પહોંચી હતી અને સત્વરે કામગીરી હાથ ધરી હતી આ આગની ઘટનામાં કોઈ જાન હાની થઈ હોવાની વિગતો મળી નથી.
Reporter: News Plus