ગોરવા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા અનોપસિંહ મહાવીરસિંહ જાડેજા ઈલેકટ્રીક કોટ્રાકટર છે.
તેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા મારા મિત્ર હિમાંશુએ મારી ગોલ્ડ લોન બજાજ ફાયનાન્સમાં ચાલતી હતી. સાથે અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવી હોય તો વિશાલ સાહેબ છે તેમને ફોન કરી મળી આવજો. જેથી હું ફોન કરીને વિશાલભાઈને મળવા બેંકમાં ગયો, ત્યારે વિશાલ જયંતિભાઈ ગજ્જરે કેનેરા બેંક માંજલપુર શાખામાં ગોલ્ડ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતુ.જેથી મે ગોલ્ડ લોન જે બજાજ ફાયનાન્સમાં ચાલતી હતી. તે કલોઝ કરાવી કેનેરા બેંકમાં ગોલ્ડ લોન કરાવી હતી.
ગત ઓક્ટોબર મહિનામાં વિશાલે મને ફોન કરીને જણાવ્યું હતું કે, મારે ગોલ્ડ લોનનો ટાર્ગેટ પુરો કરવાનો છે. જેથી તમારી પાસે સોનું હોય તો ગોલ્ડ લોન કરવા મને આપો. હું તમને થોડા દિવસમાં પરત આપી દઇશ તેવી હકીકત જણાવતા મેં 23.1 તોલા વજના સોનાના દાગીના રૂપિયા 10.35 લાખ વિશાલ ગજ્જરને લોન કરાવવા માટે બેંકમાં જઈને આપ્યા હતા.ત્યારબાદ નવેમ્બર મહિનામાં વિશાલ ગજ્જર ભાગી ગયો હતો. જેથી મેં કેનેરા બેંક માંજલપુર શાખામાં તપાસ કરતા મને જાણવા મળ્યું હતું કે, સોનાના દાગીનાની મારા નામે કોઇ લોન થઈ નથી કે મારા એકાઉન્ટમાં લોનના રૂપિયા પણ આવ્યા નથી. બે સોનાની ચેઇન મુકી કેનેરા બેંકમાં ગોલ્ડ લોન લીધી છે. આ સોનાની ચેઇન મારી નથી કે મે લોન લીધી નથી. મારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલાનું મને પાછળથી જાણવા મળ્યું છે
Reporter: News Plus