ભરૂચ જિલ્લા ભાજપાના કસક વિસ્તારમાં આવેલા કાર્યાલયમાં આજે સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેમાં સામાન બળીને ખાક થઈ ગયો હતો.
ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા નવું કાર્યાલય બનાવવમાં આવ્યું છે પરંતુ કસક વિસ્તારમાં જૂના કાર્યાલય ખાતે પણ ઘણો સમાન અને સામગ્રી પડેલી હોય છે. આ કાર્યાલયમાં સોમવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે નાસભાગ મચી જવા પામી હતી. બીજા માળ ઉપર આવેલા કાર્યાલયની બાજુમાં અન્ય ઓફિસ પણ આવેલી છે જ્યાં કામ કરતા કર્મચારીઓના જીવ પણ તાળવે ચોંટયા હતા. બનાવની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આ આગમાં સામાન બળીને ખાક થઈ ગયો હતો. જો કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
Reporter: News Plus