સમા વિસ્તારમાં રવિવારે રાત્રે ચાલવા નિકળેલા દંપતીને કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયુ છે.આ કાર એટલી સ્પીડમાં હતી કે, દીવાલ તોડી અકસ્માત કરી કાર એમ્પાયર હોસ્પિટલમાં ઘુસી ગઈ હતી અને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પતિને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.
રાત્રીના સમયે દંપતી રોડ પર ચાલી રહ્યું હતુ તે સમયે પાછળથી કાર ચાલકે દંપતીને ઉડાવ્યા હતા.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા પરંતુ પત્નીને સારવાર હેઠળ ખસેડાયા તે પહેલા જ તેમણે ઘટના સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તો સીસીટીવીના આધારે વધુ તપાસ કરી છે,ગાડીના નંબર પરથી પોલીસે તપાસ હાથધરી છે,તો આરોપી પોલીસ પકડની બહાર છે.સમા પોલીસ મથકમાં બીપીનભાઇ જેરામભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ, 9 જૂનના રોજ રાત્રે 11 કલાકે મિત્રનો ફોન આવ્યો હતો.
અને કહ્યું કે,તાત્કાલીક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ. તમારા સાળા વિપુલભાઇ અને તેમના પત્ની શિલ્પા નું એક્સીડન્ટ થયું છે. બાદમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા.ત્યાં જઇ જાણવા મળ્યું કે,એક સ્કોર્પીયો કાર આડી પડી છે. તેના ચાલકે અકસ્માત સર્જ્યો છે. વિપુલ ને ઇજાઓ પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે શિલ્પા ને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્ત આઇસીયુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ગંભીર ઇજાગ્રસ્ત શિલ્પા ને એસએસજી હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના હાજર તબિબોએ તેમને મૃત જાહેર કર્યા છે.
Reporter: News Plus