પાદરાનગર પાલિકા વિસ્તારમાં તારીખ ૧૨ જૂન ના રોજ નિમ્નલિખિત મિલકતોમાં નોટીસો બજાવી હતી તેમ છતાં માલિક દ્વારા નોટિસનો કોઈપણ પ્રકારના જવાબો કે કાર્યવાહી નહીં કરતા બુધવારના રોજ નિમ્નલિખિત મિલકતોમાં વિજ જોડાણ કાપી ને સીલ કરવામાં આવી હતી.
રાજકોટ ટીઆરપી જોનની ઘટના બાદ રાજ્યમા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફાયર વિભાગમાં એકશનમાં આવ્યું છે. હોટલ,રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, જિમ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, જિમ, બહુમાળી ઇમરતો વગેરે જ્યાં નાગરિકોની અવરજવર વધુ થતી હોય. ફાયર એનઓસી ના હોય એવી જગ્યાઓને અને બિલ્ડીંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાદરા પાલિકા વિસ્તારમાં ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ ને સીલ અને ટ્યુશન ક્લાસીસ ને નોટિસ આપવામાં આવી હતી. વલ્લભ રેસ્ટોરન્ટ સીલ ગ્રામ્ય લક્ષ્મી કોમ્પલેક્ષ, જલારામ ખીચડી સીલ, વિસ્રાન્તિ હાઈટ,હોટલ વૃંદા ગેસ્ટ હાઉસ સીલ સંતરામ કોમ્પલેક્ષ,ગ્રાન્ડ ગેસ્ટ હાઉસ સીલ, ટ્યુશન ક્લાસીસને સ્વસ્તિક ઈન્ફોટેક ને નોટિસ આપેલ છે.
...
Reporter: News Plus