મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઇએ લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી છે. સીબીઆઇએ તેમની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ રાઉઝ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા છે.
કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે, ‘મીડિયામાં સીબીઆઇના સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષનો ટોપલો મનીષ સિસોદિયા પર ઢોળી દીધો છે, મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી કે સિસોદિયા દોષી છે કે કોઈ બીજું દોષી છે. મેં કહ્યું છે કે સિસોદિયા નિર્દોષ છે, આમ આદમી પાર્ટી નિર્દોષ છે, હું નિર્દોષ છું. સીબીઆઈનું સમગ્ર પ્લાનિંગ મીડિયા સમક્ષ અમને બદનામ કરવાનું છે. પ્લીઝ રેકોર્ડ કરો અને આ બધી વાતો સીબીઆઇ સૂત્રોના માધ્યમથી મીડિયામાં ચલાવવામાં આવે છે.’
.કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે...સીબીઆઈનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત આ મામલાને સનસનીખેજ બનાવવાનો છે.’
કોર્ટમાં સીબીઆઇના વકીલે કહ્યું હતું કે ‘અમે તથ્યોના આધાર પર ચર્ચા કરી હતી અને કોઇપણ એજન્સીના સૂત્રોએ કંઇ પણ કહ્યું ન હતું. કેજરીવાલની કસ્ટડીની માંગ કરતી અરજીમાં સીબીઆઇએ કોર્ટને કહ્યું કે સમગ્ર મામલામાં મોટા કાવતરાને શોધી કાઢવા માટે તેમની સાથે પૂછપરછ કરવી જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને કેસમાં આરોપી અન્ય લોકો સમક્ષ રજૂ કરવાના છે.’ સીબીઆઇએ કહ્યું કે ‘પૂછપરછ માટે અમારે કેજરીવાલની કસ્ટડીની જરૂર છે. તે એ પણ ઓળખી શકતા નથી કે (સહ-આરોપી) વિજય નાયર તેમને આધીન કામ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે વિજય નાયર આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજના આધીન કામ કરતા હતા.
Reporter: News Plus