આજે સવારે જરોદ ગામે બાયપાસ પાસે આવેલ દુકાનોમાં અચાનક આગ પ્રસરતા લાગી દોડભાગ મચી હતી.

દુકાનોમાં લાગેલી આગ કાબુમા લેવા ગ્રામજનો દ્વારા ખૂબ જેહમત કરવામાં આવી છત્તા પણ આગ કાબુમાં નહિ આવતા હાલોલ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અંતે ફાયર બ્રિગેડની મદદથી બે જેટલી દુકાનોમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી.આગમા એક નાયર અને પાનનો ગલ્લો કેબીન સિત ભસ્મીભુત થયો હતો. મુદ્દાની વાત તો એ છે કે જરોદમાં આવેલ ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબત જરોદ ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાના અધિકારીઓને, R&B વિભાગ તથા કલેકટર કચેરીએ પણ ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરવામાં આવી છે

છત્તા પણ અધિકારીઓની નિષ્ક્રિયતા ને કારણે આજદિન સુધી આ ગેરકાયદેસર દુકાનો દૂર કરવામાં આવી નથી,જેના કારણે માલીકીની દુકાનો ધરાવતા લોકોમા રોષ જોવા મડી રહ્યો છે. આગ ની હોનારત શોર્ટ સર્કિટના કારણે થયાનુ પ્રાથમીક કારણ જાણવા મડ્યુ છે.જોકે આગપર કાબુ મેડવાતા અન્ય જગ્યાએ આગ પ્રસરતા અટકી હતી. આ ઘટનાબાદ તંત્ર કેવા પ્રકારની કાર્યવાહિ કરે છે તેણી જનતા રાહ જોઈ રહિ છે

Reporter: admin







