વડોદરા શહેરના વિસ્તારમાં પાલિકાની ખોરાક શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે નોનવેજ રેસ્ટોરન્ટના લાઇસન્સ એક્સપાયરી હોવા છતાં ધંધો શરૂ રાખતા રેસ્ટોરન્ટ બંધ કરાવી છે. અને નાગરિકોના આરોગ્ય સાથે છેડા થાય એવા ફૂડને પણ નાશ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ફૂડમાં વંદો ગિલોડી અને વાળ નીકળવાના બનાવો બન્યા છે. ત્યારે મોડા મોડા મહાનગરપાલિકાની ખોરાક શાખા એક્શનમાં આવી છે. જોકે આજે પણ તેમને માત્ર કામગીરી બતાવવા જ કામગીરી કરી છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં પાલિકાની ખોરાક શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખોરાક શાખાએ નોન વેજ રેસ્ટોરન્ટ્સમાં બેદરકારી બદલ પાલિકાએ બે નોન વેજ રેસ્ટોરન્ટને બંધ કરાવી હતી.
સયાજીગંજ વિસ્તારની બે રેસ્ટોરન્ટ એ.આર.ઓમલેટ અને લાજવાબ રેસ્ટોરન્ટ સીલ ફુડ લાયસન્સ વગર જ ચાલતી હતી.રેસ્ટોરન્ટ બિરયાનીમાં કલર ભેળવી આરોગ્ય સાથે ચેડાં 25 કિલો કલર મિશ્રિત બિરયાનીનો નાશ કરાયો ફ્રીઝમાંથી બગડેલાં શાકભાજી પણ મળી આવ્યાં. જોકે વડોદરા શહેરમાં હોલસેલમાં વગર લાઇસન્સ છે ફૂડનો ધંધો ચાલે છે. એના પર ખોરાક શાખા ક્યારે કાર્યવાહી કરશે એ સમયે જ બતાવશે.
Reporter: News Plus