શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પહેલા જ ભુવા પડવાનું યથાવત છે ત્યારે આજરોજ ભાયલી ગામમાં પ્રગતિ સ્કૂલ પાસે એક ભારદારી ડમ્પર ઓવરલોડ ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ રોડ પર ભુવો પડ્યો હતો.

જેના કારણે ડમ્પર નો પાછળનો ભાગ ભુવા માં બેસી ગયો હતો તો સાથે જ ડમ્પરના પાછળનું વ્હીલ પણ નીકળીને ભુવા ની અંદર ફસાઈ ગયું હતું શું આ રીતે જ જનતાના ટેક્સના રૂપિયા નો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.


Reporter: News Plus







