આજે આપણે ધાણા ના પાણી ની જાણકારી લઈશું કે આપણને કઈ રીતે ઉપયોગી નીવડે છે. ધાણા દરેક રસોડા મા જોવા મળે છે ખાસ ભારતીય રસોડા મા રોજ તેનો શાક- દાળ મા ઉપયોગ થતો હોય છે. જોકે ધાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારક છે
ધાણા ખાવા થી શરીર મા વિટામિન c મળી રહે છે આ સિવાય ધાણા મા અન્ય પોષક તત્વો રહેલા છે જેને કારણે ઘણી બીમારીઓ દૂર થાય છે. ધાણા નુ પાણી બનાવવું એકદમ સરળ છે. એક ગ્લાસ પાણી મા એક ચમચી ધાણા ઉમેરી એને ત્યા સુધી ઉકળવા દો જ્યાં સુધી પાણી અડધું ના થાય. ત્યાર બાદ એને થોડું ઠંડુ પડે પછી સેવન કરો.
- ધાણા પાચન ક્રિયા સુધારે છે જેથી જેને ગેસ ની સમસ્યા હોય તેણે ખાસ આ પીવું જોઈએ.
- ધાણા નુ પાણી પીવા થી આંખો ના નંબર દૂર થઇ છે અને શરીર મા ઠંડક મળે છે.
- ડાયાબિટીસ ના દર્દી માટે આ ખુબ મહત્વ નુ કાર્ય કરે છે, ધાણા નુ પાણી પીવા થી સુગર લેવલ કંટ્રોલ રહે છે.
- પેટ ની સમસ્યા હોય તો ધાણા નુ પાણી પીવા થી પેટ સાફ રહે છે અને અંતરડા શુદ્ધ રહે છે.
જો ધાણા નો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીર મા પોષક તત્વો મળી રહે છે.
Reporter: News Plus







