સાંસદે પીએમ મોદીને વડોદરાની જનતા તરફથી પ્રતિકૃતિ ભેટમાં આપી..
પ્રધાન સેવક જેવાને કોઈ સ્પેશિયલ ભેટ આપવાની હોય તો એ આખા ગામમાં આગોતરી બતાવાય નહીં.એનો ઢંઢેરો પીટાય નહીં. સોશિયલ મીડિયા ઉપર આગોતરી જાણ પોતાના ફોલોઅરને કરાય નહીં. દરેક જગ્યાએ પ્રેસ પબ્લિસિટી કરાય નહીં.પરિપક્વ સાંસદ બનવું હોય,સંસદ રત્ન મેળવવો હોય તો કેટલીક મર્યાદામાં તો રહેવું જ પડશે....
સાંસદ ડો હેમાંગ જોશીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડોદરાના કલાકાર પાસે ખાસ પ્રતિકૃતી કરાવી હતી. શનિવારે તેઓ પીએમને આ પ્રતિકૃતિ આપવા પહોંચ્યા હતા પણ તેઓ મળ્યા ન હતા જેથી તેમણે ગૃહમંત્રી અમિત શાહને પ્રતિકૃતિ આપી હતી. આ પહેલાં સાંસદ મયંક નાયક સહિતના અન્ય સાંસદો સુધી આ પ્રતિકૃતિ પહોંચી હતી. આખરે પ્રતિકૃતિ આખરે પીએમ મોદી પાસે પહોંચી ગઇ હતી. રવિવારે સવારે સાંસદે આ મામલે સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને જણાવ્યું કે દુનિયાના તમામ દુ:ખો પાછળ છે, મારો દેશ પહેલા છે. વિશ્વના લોકપ્રિય નેતા દેશના વડાપ્રધાન જે ભારત પર થયેલા દરેક હુમલાનો કડકાઇથી જવાબ આપવા માટે જાણીતા છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની કળા અને સાંસ્કૃતિક નગરી વડોદરાની પ્રજાની તરફથી ઓપરેશન સિંદૂરની સફળતા માટે આભાર વ્યક્ત કરવા એક વિશીષ્ટ સ્મૃતિ ચિહ્ન અને શુભેચ્છા પ્રદાન કરી તેમના આશિર્વાદ અને માર્ગદર્શન મેળવ્યું.
Reporter: admin







