શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તેમની સોશિયલ પોલિસીંગ માટે જાણીતા છે અને તેમની કડક રાહબરી હેઠળ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહી છે.
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં “પોલીસ ચંદ્રક અલંકરણ” એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમને આ સન્માન પ્રદાન કરાયું હતું. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ટોચમાં રહેલા પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા અને તેમના વખાણ કર્યા હતા . શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને આ મહત્વપૂર્ણ એવોર્ડ લોકો પ્રત્યેના અટૂટ સમર્પણ અને બહાદુરીપૂર્વકની કામગીરીનો જીવંત પુરાવો છે.
વડોદરાવાસીઓ માટે આ ઐતિહાસિક સિદ્ધિ ગર્વની બાબત છે અને સમગ્ર પોલીસ દળ માટે નવી ઉર્જા તથા પ્રેરણાનું શક્તિશાળી સ્ત્રોત બની રહેશે. વડોદરા શહેર માટે આવા પોલીસ કમિશનર મળ્યા છે તે ગર્વની બાબત છે, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર શાંત રહીને પણ કડક નિર્ણયો અને કડક પગલાં લેવા માટે જાણીતા છે અને તેમની રાહબરી હેઠળ શહેરમાં અસામાજીક તત્વોનો આતંક દુર થઇ ગયો છે. તેમણે શહેરના ગુંડાગીરી કરતા તત્વોને સબક શીખવાડ્યો છે અને આવા ગુંડાઓ સામે તેમના કાર્યકાળમાં ગુજસીટોકના ગુનાઓ નોંધીને તેમને કાયદાની પકડમાં લાવી દીધા છે જેથી ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અસ્મિતા તરફથી પણ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને આ એવોર્ડ માટે અભિનંદન.
Reporter: admin







