News Portal...

Breaking News :

ખંભાત પાલિકાની સામાન્યમાં ચીફ ઓફિસર અને મહિલા કાઉન્સિલરો વચ્ચે મારામારી 6 મહિલા કાઉન્સિલર સામે પોલીસમાં ફરિયાદ

2025-03-29 15:07:19
ખંભાત પાલિકાની સામાન્યમાં ચીફ ઓફિસર અને મહિલા કાઉન્સિલરો વચ્ચે મારામારી 6 મહિલા કાઉન્સિલર સામે પોલીસમાં ફરિયાદ


આણંદ : જિલ્લાની ખંભાત પાલિકાની સામાન્ય સભામાં મારામારીની ઘટના સામે આવી છે. રજિસ્ટરમાં સહી કરવા અંગે ચીફ ઓફિસર અને કાઉન્સિલર વચ્ચે રકઝક થઈ હતી. 


રાજીનામું આપ્યા બાદ પણ મહિલા કાઉન્સિલરો સભામાં હાજર રહી રજીસ્ટરમાં સહી કરવા લાગ્યા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને મહિલા કાઉન્સિલરો ચીફ ઓફિસર (CO) સાથે મારામારી કરી હતી. હાલ ચીફ ઓફિસરે 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.મળતી માહિતી અનુસાર, ખંભાત નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નવેબર 2024માં ખંભાત પાલિકાના કાઉન્સિલર હોદ્દો પરથી રાજીનામુ આપેલ ભાજપના 5 મહિલા અને 1 અપક્ષ હાલ કાઉન્સિલર હોદ્દા પર ન હોવા છતાં બોર્ડ સભામાં હાજર રહ્યા હતા.  


આ દરમિયાન રજીસ્ટર સહી નહીં કરવા બાબતે ખંભાત પાલિકાના ચીફ ઓફિસર સાથે કરી ઝપાઝપી કરી હતી. પૂર્વ ઉપ પ્રમુખ ઉષાબેન બારૈયાએ પાલિકાના ક્લાર્કને માર માર્યો હોવાનો વીડિયો વાઈરલ સોશિયલ મીડિયામાં થયો હતો. અંતે ચીફ ઓફિસર આકરા તેવર અપનાવતા 6 મહિલા કાઉન્સિલર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ખંભાતની નગર પાલિકામાં વિવાદમાં જોવા મળી હતી. ખંભાતની પાલિકામાં 2 મહિના પહેલા યોજાયેલ સામાન્ય સભામાં પણ મોટી બબાલ થઈ હતી.ત્યારે સભ્યોના વર્તનથી પાલિકા કર્મીઓમાં રોષ ફેલાયો હતો.

Reporter: admin

Related Post