News Portal...

Breaking News :

સિંધી સમાજનું નવું વર્ષની મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કમાટી બાગ ખાતે ચેટીચંદ પર્વની ઉજવણી

2025-03-29 14:49:00
સિંધી સમાજનું નવું વર્ષની મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કમાટી બાગ ખાતે ચેટીચંદ પર્વની ઉજવણી


વડોદરા : ચેટીચંદ પર્વ સિંધી સમાજ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે જુલિયાની કેલેન્ડર મુજબ માર્ચ-એપ્રિલ માસમાં આવે છે. 


આ તહેવાર મુખ્યત્વે સિંધી સમાજના ઈષ્ટ દેવ એવા ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેટીચંદના દિવસે સિંધી લોકો નવા વર્ષની શરૂઆત પણ કરે છે, તેથી આ તહેવારને સિંધી નવું વર્ષ પણ કહેવામાં આવે છે. ઝૂલેલાલજી સિંધી સમાજના સંત અને ઈષ્ટદેવ માનવામાં આવે છે. તેઓ જળદેવીના અવતાર ગણાય છે અને "ઉદારતા, સત્ય અને ભક્તિ" ના પ્રતિક છે.આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક એકતા અને નવું શરુઆતનો પ્રતીક છે, જેના દ્વારા લોકો ખુશહાલી અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. 


ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ખાતે સિંધી સમાજ દ્વારા મોર્નિંગ વોકર દ્વારા ચેટીચંદ પૂર્વ કમાટી બાગ ખાતે ભગવાન ઝુલેલાલ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે તમામ સિંધી ભાઈઓ મળીને ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં કોઈની નજર લાગી હોય જેને લઇને વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓને ટાળવા માટે ભગવાન જુલેલાલ ને પ્રાર્થના કરવામાં આવી હતી સાથે વડોદરા શહેર અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Reporter:

Related Post