News Portal...

Breaking News :

સાવલીનાં કનોડા ગામના એક તરુણ વયના યુવકે કર્યો આપઘાત

2025-03-29 14:40:23
સાવલીનાં કનોડા ગામના એક તરુણ વયના યુવકે કર્યો આપઘાત


સાવલીનાં નવા કાનોડા ગામનો ભાવેશ કુમાર જગદીશભાઈ પરમાર ઉમર વર્ષ ૧૭ એ ગતરોજ રાતે કર્યો આપઘાત. 


ભાવેશ સાથે તેનાજ ગામના કેટલાક ઈસમો સાથે નજીવી બાબતે મજાક મસ્તીમાં જગડો થતાં મૃતક ભાવેશને મૂઢ માર મારવાનાં આવતા અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ભાવેશ પરમારને લાગી આવતા મોત ને વહાલું કર્યું સમગ્ર બાબતે મરનાર તરૂણનાં પિતા જગદીશ ભાઈ એ સાવલી પોલીસ સ્ટેશનમાં મારનાર અને ધમકી આપનાર ઈસમો સામે ફરિયાદ નોધાવી 


સાવલી પોલીસ દ્વારા ભાવેશનાં મૃતદેહનું પંચકાસ કરી પી.એમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી.સમગ્ર ઘટનાને પગલે નવા કનોડા ગામમાં ગમગીની છવાઈ ગઈ.

Reporter: admin

Related Post