News Portal...

Breaking News :

વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરીને ગંભીર ઇજા

2025-03-29 12:57:30
વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરીને ગંભીર ઇજા


વડોદરા : વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરી ગંભીર ઇજા પહોંચી હતી. 


આ અકસ્માતમાં 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જયારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતા વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. 


હિટ એન્ડ રનની આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે.અકસ્માતની ઘટના CCTVમાં કેદ થતા તેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી રહ્યો હતો અને માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ ઘટના મામલે મૃતક કાવ્યાના પિતા  દુબઇ રહેતા હોય ઘટનાની જાણ કરાઇ છે. હિટ એન્ડ રનના બનાવોની વણઝારો બાદ પણ વાહનોની સ્પીડ ઘટી રહી નથી.

Reporter: admin

Related Post