News Portal...

Breaking News :

FICCI FLO વડોદરાએ તેના FLO રૂટ્સ ઓફ ચેન્જ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

2025-06-28 16:46:39
FICCI FLO વડોદરાએ તેના FLO રૂટ્સ ઓફ ચેન્જ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


CISFના અધિકારી અને કર્મચારીઓ  FICCI ની  મહિલા વિંગ વડોદરાની ટીમના સભ્યો સાથે મળીને  ૧૨૦૦ વૃક્ષો વાવ્યા. 
FICCI FLO વડોદરાએ વધુ સ્થાયી ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં CISF કેમ્પ, વડોદરાના મુખ્ય વિસ્તારોમાં ૧૨૦૦ વૃક્ષોનું પ્લાન્ટેશન કરી  તેની ચાલુ FLO રૂટ્સ ઓફ ચેન્જ પહેલનો ભાગ તરીકે પ્રકૃતિને સમર્પિત કરવાનો પ્રયાસ કર્યો છે. 


આ અભિયાન FLOની પર્યાવરણીય સંરક્ષણ અને સામુદાયિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે રાષ્ટ્રીય સ્તરે જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણીય સુખાકારીને પ્રોત્સાહન આપવાના એક નાનકડો પ્રયાસ છે. મહિલાવિંગ અધ્યક્ષ શિવાની પટેલના નેતૃત્વમાં, FLO વડોદરાના સભ્યો Grow Billion અને CISF અધિકારીઓ સાથે જોડાઈ આ વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવ્યું. આ પહેલના કેન્દ્રમાં એવા દેશી જાતના વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું જે બાયોડાયવર્સિટી વધારવા, હવામાં શુદ્ધતા લાવવા અને ઓછી પાણીની જરૂરિયાત ધરાવે છે. CISFના અધિકારી કર્મચારીઓ અને FICCI FLO વડોદરાની ટીમ અને અન્ય સભ્યો સાથે મળી ૧૨૦૦ વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. 


“મહિલાઓને સશક્તિકરણ સાથે પર્યાવરણને  પણ સશક્ત બનાવવુ જરૂરી છે.  શિવાની પટેલે જણાવ્યું. મહિલાવિંગમાં અમે ફક્ત સામાજિક અને આર્થિક અસર નહિ, પણ પર્યાવરણીય અસર પણ ઊભી કરવાની માન્યતા ધરાવીએ છીએ. આ પહેલ અમારા સામૂહિક સંકલ્પનું પ્રતિબિંબ છે કે જે એક લીલાછમ અને આરોગ્યપ્રદ આવતીકાલ માટે કાર્યરત છે.” આ વૃક્ષારોપણ અભિયાન FICCI FLO વડોદરાની વિશાળ દ્રષ્ટિનો ભાગ છે, જેનો ઉદ્દેશ અસ્થાયી પ્રવૃત્તિઓને સામુહિક વિકાસ સાથે એકત્ર કરવાનો છે. જેમાં કુશળતા વિકાસ, આરોગ્ય જાગૃતિ અને મહિલાઓના સશક્તિકરણ જેવા અમારા પ્રયત્નો  છે. આ વૃક્ષારોપણ અભિયાન દ્વારા વડોદરાએ એક સકારાત્મક પરિવર્તન લાવવાની  પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Reporter: admin

Related Post