News Portal...

Breaking News :

વડોદરા શહેરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રા. શાળાના ૧૫૩ નવનામાંકિત બાળકોનો વિદ્યારંભ

2025-06-28 16:39:08
વડોદરા શહેરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રા. શાળાના ૧૫૩ નવનામાંકિત બાળકોનો વિદ્યારંભ


વડોદરા શહેરમાં જિલ્લા શિક્ષણ તંત્રની પહેલી અંગ્રેજી માધ્યમની આ સરકારી શાળામાં ધોરણ ૯ નો વર્ગખંડ બાળકો માટે ખુલ્લો મુકાયો


રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો અંતિમ દિવસે વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રાથમિક શાળા ખાતેથી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ કુલ ૧૫૩ બાળકોને પ્રવેશ આપવા સાથે જિલ્લાની સૌથી પહેલી અંગ્રેજી માધ્યમ શાળાના ધોરણ - ૯ ના બાળકોના વર્ગખંડની રીબીન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ બાળવાડીના ૫૮, બાલવાટિકાના ૭૩, ધોરણ - ૧ માં ૨ અને ખાનગી શાળામાંથી આવેલ ૨૦ નવનામાંકિત બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ધોરણ - ૯ ની પહેલી જ બેચના આત્યાધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડને બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ દરમ્યાન ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭ માં આ શાળાની જિલ્લાની સૌથી પહેલી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા તરીકે શરૂ થઈ હતી. આજે આ શાળા એક વટવૃક્ષ સમાન બનતા બાળકો તેની છાયામાં બેસીને જ્ઞાનની પ્રાપ્તિ કરી રહ્યા છે. 


વધુમાં ઉમેરતાં ધારાસભ્યએ જણાવ્યું કે, બાળકોના શિક્ષણ સહિત આરોગ્ય અને વિકાસની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકાર ખુબજ સારી રીતે ઉઠાવી રહી છે ત્યારે વાલીઓએ બાળકોને નિયમિતપણે શાળામાં મોકલવા જોઈએ.શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, આ શાળામાં આજે ધોરણ ૯ (અંગ્રેજી) નો વર્ગખંડ પહેલી વાર ખુલ્લો મુકાયો છે. આવનાર દિવસોમાં આ શાળાની નવી ઇમારતનું પણ બાંધકામ થનાર છે.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રવેશ મેળવતા ભૂલકાઓને ગણવેશ અને શૈક્ષણીક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો. આ સાથે એન.એમ.એમ.એસ. અને સી.ઇ.ટી. જેવી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાં બે વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી ભાષામાં સમગ્ર કાર્યક્રમનું સફળ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. આ શાળા પ્રવેશોત્સવ કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, વોર્ડના સભ્યઓ, શિક્ષણ વિભાગના અધિકારીગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના શિક્ષકો અને સામાજિક આગેવાનોની હાજરીમાં યોજાયો હતો.

Reporter: admin

Related Post