News Portal...

Breaking News :

વડોદરામાં 23 વર્ષના યુવક સાથે ફેસબુક પર પ્રેમ થયો, યુવકના ઘરે પહોંચી માતાને ધમકી આપી કે, હું મરી જઈશ; અભયમે રેસ્ક્યૂ કર્યું

2024-04-29 18:12:11
વડોદરામાં 23 વર્ષના યુવક સાથે ફેસબુક પર પ્રેમ થયો, યુવકના ઘરે પહોંચી માતાને ધમકી આપી કે, હું મરી જઈશ; અભયમે રેસ્ક્યૂ કર્યું

વડોદરા શહેરમાં વારંવાર અભયમ હેલ્પલાઈનમાં કોલ મળી રહ્યા છે અને જેમાં ખાસ કરીને યુવતીઓના પ્રેમસંબંધ અંગેના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષીય સગીરા સોશિયલ મીડિયા ફેસબુક પર 23 વર્ષીય યુવક સાથે પ્રેમ થાય છે અને બાદમાં લગ્નની જીદે ચડતા માતાએ આખરે અભયમની મદદ માગી હતી.

અભયમ હેલ્પલાઈન પર પીડિત માતાનો કોલ આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી 16 વર્ષની દીકરી છે અને તે 23 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. તે લગ્નની જીદ કરી મરી જવાની ધમકી આપે છે. યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી મરી જવાની ધમકી ધમકી આપે છે.આ કોલ મળતાની સાથે જ અભયમ 181 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિત માતા પોતાની સગીર દીકરી વિશે જણાવે છે કે, મારી દીકરીને મારા ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. આ યુવક અન્ય જ્ઞાતિનો છે. મારી દીકરીની ઉંમર માત્ર 16 વર્ષની છે, તેની ઉંમરને લઈ લગ્નની હું ના પાડું છું. છતાં તે લગ્ન કરવાની જીદ કરે છે અને એક દિવસ તે યુવકના ઘરે જતી રહી હતી. મેં તેને પરત બોલવી તો મરી જવાની ધમકી આપે છે.

મારા પરિવારમાં મારા દીકરાએ પણ અગાઉ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મારે દીકરી સિવાય કોઈનો સહારો નથી. આ દીકરી મને હેરાન પરેશાન કરે છે. જેને લઈ અભયમની ટીમ પીડિત માતા અને દીકરીને બોલાવી યુવક સાથે થયેલા પ્રેમ અંગે સમજ આપી હતી. તેઓને સમજાવ્યા હતા કે, તમારી હજુ ઉંમર નાની છે. જ્યારે ઉંમર થશે ત્યારે તમારી માતા તમને ગમતાં પાત્ર સાથે લગ્ન કરાવી આપશે. હાલમાં ભણવાની ઉંમર છે તેમાં ધ્યાન આપો.અભયમની ટીમે જે યુવકના ઘરે આ સગીર દીકરી ગઈ હતી તેને બોલાવી કાયદાકીય સમજ આપી હતી. આ દરમિયાન યુવકને અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કાયદાકીય સમજ આપી હતી. સાથે સગીર દીકરીને પીડિત માતાને સોંપી ફરી આવી ભૂલ ન કરવા સમજાવવામાં આવી હતી. દીકરીએ પણ કહ્યું કે, હું આવી ભૂલ નહીં કરું તેમ સમજાવી સમાધાન કરાવ્યું હતું

Reporter: News Plus

Related Post