News Portal...

Breaking News :

વૈશાખી વાવાજોડું સાથે કમૌસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ

2024-05-14 08:57:31
વૈશાખી વાવાજોડું સાથે કમૌસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ



ગુજરાતમાં વલસાડ, કપરાડાથી શરૂ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસો દરમિયાન કમૌસમી વરસાદ વરસશે. 
 સૌરાષ્ટ્રના ગીર પંથક અને વલસાડ જેવા વિસ્તારોમાં ફળોના રાજા કેરીનું મબલક ઉત્પાદન થાય છે. કમનસીબે, કમોસમી વરસાદના કારણે ઉનાળામાં આવતી સિઝનની કેરીના ઉત્પાદનમાં લગભગ 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે. અર્ધો મે મહિનો વીતી ગયો હોવા છ્તા કેરીનાં સ્વાદના રસિયાઓ સુધી હજુ કેસર પહોચી નથી. કારણકે, જુનાગઢ પંથકમાં જ અર્ધી સિઝન છ્તા ભાવ 10 કિલોના લગભગ 1,300 રૂપિયા છે. આંબાવાડીયામાં જે કોઈ પાક તૈયાર થઈ રહ્યો છે તેને આ ચાર દિવસીય કમોસમી વરસાદ ‘ભરખી’ ગયો છે 
 



પરિણામે, જે ઉત્પાદન હવે થવાનું હતું થવા તો જે કેરી ઉતારવાની હતી. તે વરસાદ અને ભારે પવનના કારણે આંબા પરથી ખરી પડશે. અત્યારે જે માલ બજારમાં છે તેનો ભાવ ઉતરવાના બદલે કદાચ વધી જાય તો નવાઈ નહીં.
કેટલાક ધર્મોમાં પણ એવું મનાય છે કે, વરસાદ પછી કેરી આરોગી શકાય નહીં. અત્યારે જૂનાગઢથી માંડીને અમદાવાદ સુધી ગીરના ખેડૂતો બજારમાં સીધો માલ વેંચાવા પ્રતિવર્ષ આવે છે તેને આ કમોસમી વરસાદથી વધુ નુકસાન જશે. ટ્રક ભરીને કેસર કેરી બજારમાં ઉતારવી, એટલે ટ્રાન્સપોર્ટેશન, અને અહીં અમદાવાદમા એક દોઢ મહિનો રહેવાનો ખર્ચ ઉપરાંત મોંઘા ભાવની કેરી, ભાવ ઉતારી ના શકે અને બાકીનું ઉત્પાદન પણ બગડી જવાની સ્થિતિનું નિર્માણ થયું છે.




પ્રતિવર્ષ તો રાજ્ય સરકાર ખુદ ગીરના ખેડૂતોને અમદાવાદની બજારમાં માલ વેંચવા વ્યવસ્થા કરી આપે છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર વ્યવસ્થા નથી કરી શક્યા કારણકે 4 જૂન સુધી આચાર સંહિતા અમલી છે. ત્યાર બાદ, માંડ કદાચ એકાદ અઠવાડિયું કે 15 દિવસ કેરીની સિઝન રહેશે.
આમ, વધુ એક વખત કેરીનાં ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો આ સિઝન માં પણ જો કમોસમી વરસાદથી કેરીનાં પાકને મોટું નુકસાન થશે તો સરકાર પાસે રહેમ કે દયાની અરજ કરશે. પાક નષ્ટ થતાં ખેડૂતોની તમામ આશાઓ પે માવઠું ફરી વળશે.

Reporter: News Plus

Related Post