મધ્ય ગુજરાતમાં ફેલાતા જીવલેણ ચાંદીપુરા વાયરસના કારણે તંત્રની ચિંતા વધી ગઈ છે. ત્યાં તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનો જીવ ગયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લઇ રહેલ એક વર્ષીય શિશુનું મોત થયું છે.
છેલ્લા કેટલાય દિવસથી થી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ ફેલાતા ગુજરાતવાસીઓ ચિંતિત બન્યા છે. આ વાયરસના કારણે અનેક માસુમોનો ભોગ પણ લેવાયો છે. ત્યારે હવે મધ્ય ગુજરાતમાં પણ આ વાયરસે તબાહી મચાવવાનું શરુ કરી દીધું છે. જે અંતર્ગત હવે પંચમહાલ જિલ્લાના એક વર્ષીય શિશુનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન મોત થયું છે. જેનો રિપોર્ટ હજી આવ્યો નથી.
સયાજી હોસ્પિટલમાં અત્યારસુધી કુલ નવ બાળકો સારવાર માટે આવ્યા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. અને આ ત્રણ બાળકોમાં પંચમહાલ, દાહોદ અને સાવલીના એક - એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે આ અગાઉ પહેલી તારીખે સાવલીના છ વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન મોત થયું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને હાલમાં સયાજી હોસ્પિટલમાં કુલ ત્રણ બાળકો સારવાર લઇ રહ્યા છે.
Reporter: admin