ડભોઇમાં 15 વિસ્તારોમાં ગટરના વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી એક તરફ સરકાર આરોગ્ય માટે મોટી મોટી જાહેરાતો કરે છે પણ ડભોઇ નગરપાલિકામાં વિસ્તારમાં ગટરની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી શું કોઈ મોટો રોગચારો ફેલાશે ત્યારે તંત્ર થશે હાલ તો એવું લાગી રહ્યું છે
ડભોઇ નગરના વિસ્તારમાં વિભાગ હાઇસ્કુલ પાસે નગરપાલિકા વહીવટી તંત્ર ની બેદરકારીના કારણે કોઈ વરસાદનું પાણી નથી છેલ્લા ઘણા દિવસથી ગટરનું પાણી છે એનાથી આખી ગલીમાં બધા બીમાર પડેલા રોગચારો ફેલાયો છે આ ગલીનો મુખ્ય માર્ગ છે નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હોય આખા વિસ્તારમાં આ ગલી છોડીને બધે બ્લોક અને Rcc કામ કરી નાખેલું છે તે વારંવાર કહેવા છતાં આ ગલીનું પાસ નથી થયું
આમ કહી પાછા મોકલી દે છે આખા વિસ્તારનું ગટરનું પાણી આ ગલીમાં ભરાય છે કોર્પોરેટર પણ અરજી મૂકીને મૂકીને થાકી ગયા છે પણ કઈ કામ થતું નથી.. શું આ ગલી વાળા વોટ નથી આપતા, વેરો નથી ભરતા.... વિસ્તારના રહીશો વિનંતી કરીએ છીએ અમને ન્યાય અપાવશો... જ્યારે કે નગરના મહુડી ભાગોળ જનતાનગર રાણાની હોટલ આશિયાના બિલ્ડીંગ સ્ટેટ બેન્ક વિભાગ હાઇસ્કુલ પાસે અક્ષરધામ સોસાયટી સુરજ ફરિયા તરફ ગટરોનું પાણી ઉભરાઈ રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચાંદીપુર વાયરસ નો રોગચારો ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે...
Reporter: admin