વડોદરા : ચાર હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હોટેલ માલિક અને વોર્ડ 9ના યુવા મોરચાના મંત્રી ગૌરાંગ પઢિયાર પર હુમલો કર્યો હતો.

વાઘોડિયા રોડ પર બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરાંગ પઢિયાર પર જીવલેણ હુમલો થયો હતો.હોટલમાં જમવાનું પૂરું થઈ જતા કર્મચારીઓએ આરોપીઓને જમવા આપવાની ના પાડતા બબાલ થઈ હતી.આરોપી શક્તિસિંહ રાણાએ ફરિયાદી ગૌરાંગ પઢિયારને ફોન કરી ગાળો ભાંડી મારવાની ધમકી આપી હતી.ફરિયાદી ગૌરાંગ પઢિયારે આરોપીઓને ઘરનું સરનામું અને લોકેશન મોકલી ચેલેન્જ આપી હતી.

ગૌરાંગ પઢિયાર ઘરે આવતા જ આરોપીઓએ ઉપરાછાપરી ચાકુના ઘા માર્યા હતા.ગૌરાંગ પઢિયાર ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે.ગોરવા પોલીસે સમગ્ર ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ કરી, બે કાર કબજે કરી છે.આરોપી શક્તિસિંહ રાણા, જતીન ધાગિયા, મનીષ યાદવ અને હેમેક્ષ હોદારની પોલીસે કરી ધરપકડ
Reporter: admin







