T20 વર્લ્ડ કપની 39મી મેચ ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને ઘાતક બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો.
લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડ કપ 2024ની 39મી મેચમાં પોતાની સ્પેલમાં એક પણ રન ન આપ્યો અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં 4 મેડન ઓવર કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં લોકી ફર્ગ્યુસને પાપુઆ ન્યુ ગિની સામેની મેચમાં પુરુષ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઘાતક બોલિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
તેણે પોતાની સ્પેલમાં 0 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય T20માં આ સિદ્ધિ મેળવનાર તે બીજો બોલર બન્યો છે. આ પહેલા કેનેડાના સાદ બિન ઝફરે 2021માં પનામા સામેની ટી-20 મેચમાં 4 ઓવરમાં 4 મેડન ઓવર કરીને બે વિકેટ ઝડપી હતી.
Reporter: News Plus