News Portal...

Breaking News :

કોંકણ સમુદાય પર ટિપ્પણી કરનાર ફારુકીએ આખરે જાહેર માફી માંગી

2024-08-13 18:46:09
કોંકણ સમુદાય પર ટિપ્પણી કરનાર ફારુકીએ આખરે જાહેર માફી માંગી



મુંબઈ : સ્ટેડઅપ કોમેડીયન મુનાવર ફારુકીએ એક શો કર્યો હતો જેમાં તેણે મહારાષ્ટ્રના કોંકણ સમુદાય પર ટિપ્પણી કરી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. મુનવ્વરે કહ્યું હતું કે કોંકણ સમુદાયના લોકો  ચૂં**બનાવે છે. મુનવ્વરે તેની મજાકમાં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેના પર વિવાદ થયો હતો. મુનવ્વરે કહ્યું હતું કે કોંકણ સમુદાયના લોકો ચૂ** બનાવે છે. આ વીડિયો જાહેર થયા બાદ તે વિવાદમાં આવી ગયો હતો.



ભારતીય જનતા પાર્ટીના વિધાન સભ્ય નિતેશ રાણેએ તેને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો,જેમાં તેણે કહ્યું હતું કે , “તારા જેવા લીલા સાપને પાકિસ્તાન મોકલવામાં લાંબો સમય નહીં લાગે.”



આ સમગ્ર વિવાદ બાદ મુનવ્વરે માફી માંગવાનું યોગ્ય માન્યું હતુ. તેણે એક વીડિયો શેર કરીને તેની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેનો ઇરાદો કોંકણી લોકોને નુકસાન પહોંચાડવાનો ન હતો અને તેના સંદર્ભને ખોટી રીતે લેવામાં આવ્યો હતો. જો તેના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે જાહેરમાં બધાની માફી માંગે છે.

Reporter: admin

Related Post