News Portal...

Breaking News :

સેબીના ચેરપર્સન માધબી પુરી બુચને પદ પરથી હટાવવા કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે

2024-08-13 18:43:35
સેબીના ચેરપર્સન માધબી પુરી બુચને પદ પરથી હટાવવા કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે



નવી દિલ્હી : સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે હિંડનબર્ગના રિપોર્ટ બાદ દેશમાં ચકચાર મચી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચને પદ પરથી હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અંગે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ કોંગ્રેસના પ્રદર્શનના કેન્દ્રમાં હશે. 22મી ઑગસ્ટે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે અને ઈડી ઓફિસનો ઘેરાવ કરશે.



કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં AICC મહાસચિવ અને કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, '22મી ઑગસ્ટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરનું મોટું આંદોલન થશે. અમે દરેક રાજ્યની રાજધાનીમાં ઈડીની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરપર્સનને પદ પરથી હટાવવાની માગ કરીશું.'



કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, 'અમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં AICC મહાસચિવ, પ્રભારી અને PCC પ્રમુખોની બેઠક બોલાવી હતી. અમે અત્યારે દેશમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડોમાંના એકની ચર્ચા કરી છે. અમે સર્વસંમતિથી હિંડનબર્ગના ખુલાસા મુદ્દે પર માંગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું: એક, જેપીસી તપાસ જેમાં વડાપ્રધાન સંપૂર્ણ રીતે સામેલ હોય.'

Reporter: admin

Related Post